કોરોના વાઇરસ ના લીધે પહેલેથી જ લોકો માં ભય હતો અને બીજી તરફ હવે કાળઝાળ ગરમી લોકોને દિવસે દિવસે વધુ હેરાન અને પરેશાન કરી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો દૈનિક ધોરણે વધી રહ્યો છે. લોકડાઉનના પગલે લોકો ઘરમાં કેદ છે. પરંતુ તેમ છતાં ઘરમાં પણ તેમને આ ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની જનતા માટે વધુ માઠા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ ગુજરાત આગામી 4 દિવસ સુધી ભારે ગરમી. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં ગરમીનો પારો વધુને વધુ ઉંચે જવાનો છે. વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર જશે. ઉલ્લેખનીય છે કે એક તરફ પવિત્ર રમઝાન માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ કોરોના અને હીટ વેવનો કહેર શહેર પર જોવા મળી રહ્યો છે.
આપણે જણાવી દઈએ કે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં એક જ ઝાટકે 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વધુ ગરમી નોંધાશે. માહિતી પ્રમાણે ગુજરાતના કંડલામાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી, અમરેલી, ગાંધીનગર, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન વેરાવળ અને દીવમાં 32 ડિગ્રી સુધી નોંધાયું છે.