વડોડરા: સાવલી નગરપાલિકાનો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

સાવલી નગરપાલિકા નો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો છે. સાવલી નગરપાલિકા દ્વારા જૂની શાકમાર્કેટ પાસેજ નવીન અને આધુનિક સગવડ ધરાવતું નવીન શાક માર્કેટ નિર્માણ કરાયુંછે તેના બીન પરવાનગી બાંધકામ અને ફાળવણી જેવા મુદ્દા ઉપર સાવલી કોર્ટ માં મહિલા કોર્પોરેટર એ મનાઈ હુકમ અરજી કરતા નામદાર કોર્ટ એ સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફઓફિસર ને આગામી ૯ તારીખના રોજ સાધનિક પુરાવા સાથે કોર્ટ માં હાજર રહેવા હુકમ કરાતાં નગર માં ચર્ચા નો વિષય બની ગયો છે.

વડોદરા જિલ્લાના સાવલી નગરની મધ્યમા જુના બસસ્ટેન્ડ પાસે હાલમાં જ્યાં શાકમાર્કેટ કાર્યરત છે તેની નજીક માંજ થી ચોમાસા ના વરસાદી પાણી ના નિકાલ માટે ના રંગાય કાંસ ઉપરજ સાવલી નગર પાલિકા દ્વારા નવીન શાકમાર્કેટ બનાવાયું છે.તેમાં ફાળવણી કરી સાવલી નગરના કાયમી ફેરિયાને દુકાન નહીં આપી બહારના ઇસમોને દુકાનની ફાળવણી કરવાના આક્ષેપ તેમજ પાલિકાના મહિલા સદસ્ય દ્વારા ઈરીગેશન વિભાગની મંજૂરી લીધા વગર તેમજ બારોબાર વર્ક ઓર્ડર આપી દઈ નવીન શાકમાર્કેટ નું બાંધકામ કરવાના આક્ષેપ તેમજ પાલિકા એ કરેલી કામગીરી માં નાણાં કીય હય ગય કરતા હોવાનો આક્ષેપ અને માહિતી પૂરી ન પાડવાના આક્ષેપ સાથે સાવલી કોર્ટમાં જાહેર હિત ની અરજી કરી મનાઈ હુકમ નીદાદ માંગતા નામદાર કોર્ટે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને તેડું મોકલતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ઉપરોક્ત બાબતે સાવલી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને કોર્ટમાં માંગેલ મનાઈહુકમ બાબતે પૂછતાં તેવો એ જણાવ્યું કે કોર્ટ તરફથી અમને બજવણી હાલ થઈ નથી અને બજવણી થશે તો અમારા વકીલ સાથે ચર્ચા કરી તેવોની સાથે કોર્ટમાં હાજર થઈ જવાબ રજૂ કરીશુ નું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *