રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા.૨૮ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પી.ટી.સી કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞો ખેડૂતોને ખેડૂતલક્ષી નવી યોજનાની માહિતીની સમજણ આપશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે દેવગઢ બારિયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતોને નિમંત્રણ છે.