જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે કોરોનાના કારણે પતિના મૃત્યુનો આઘાત લગતા ગર્ભવતી સ્ત્રીએ બાળક સાથે કુવામાં જંપલાવ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કોરોનાથી વિખાયો પરિવારનો માળો

કોરોનાના કારણે ના રહ્યો વારસદાર

વૃદ્ધા પતિ પત્નીની હયાતીમાં પુત્ર પુત્રવધુ પૌત્રના મોતથી શોક મગ્ન

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે કોરોનાએ છીનવ્યો પરિવાર પતિના મોતના આઘાતથી પત્નીએ બાળક સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા માતા મરણ સાથે એકસાથે ત્રણ જીવ ગુમાવતા તાલુકાભરમાં છવાયો માતમ

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડુત પરિવાર અશોકભાઈ નારણભાઈ ચુડાસમાને આશરે બાર વિઘા જમીન સાથે પોતે ખાનગી શાળામાં નોકરી કરતા તેમના પત્ની મોટી ઘંસારી ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા હતા તેમને સંતાનમાં સાત વર્ષ પહેલાં પુત્રીને વીછી કરડતા મોત નિપજ્યું હતું. ત્યાર બાદ પુત્રનો જન્મ થયો હતો જે હેત નામનો પુત્ર પાંચ વર્ષનો હતો તેમજ હાલમાં અશોકભાઈના પત્ની નિતાબેન સગર્ભા હતા જેના પાંચ મહીના જેટલો સમય થયો હતો.

પુત્ર હેત સાથે અશોકભાઈનો પરિવાર આનંદ કિલ્લોલ કરતો હતો પરિવારમાં કમનસીબે દુઃખદ ઘટનાની શરૂઆત થઈ અશોકભાઈને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખાનગી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી પરિવારનો જાણે કાર પોકારતો હોય પરિવારનો માળો વિખાવાના એંધાણ શરૂ થવાનો હોય તેમ અશોકભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોસ્પિટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી જે બાબતે માનવામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવતી આત્મહત્યામાં પરિવારજનોએ અજુગતું બન્યુ હોવાનું અનુભવ્યું હતું પણ જેની તપાસ થાય અને સત્ય બહાર આવે એ પહેલાં ગણતરીના દિવસોમાં અશોકભાઈના મોતનો આઘાત લાગતાં તેમના પત્ની નિતાબેને તેમના પાંચ વર્ષના પુત્રને સાથે લઈ તેમના ઘરથી થોડે દુર કુવામાંં ઝંપલાવતા માતામરણ સાથે ત્રણ જીવ ગુમાવતા અશોકભાઈનો પરિવારનો આખો માળો વેર વિખેર થયો અશોકભાઈનું ત્રીજુ સંતાન ધરતી પર ઉતરે તે પહેલાં જ તેમનો પણ ભોગ લેવાયો.

પરિવારની કમનશીબી કેવી જેની નજર સામે પોતાના પુત્ર સગર્ભા પુત્રવધુ પૌત્ર અને અગાઉ પૌત્રિનું મોત જોનાર ૬૫ વર્ષીય નારણભાઈ કરશનભાઈ ચુડાસમાં તથા ૬૨ વર્ષીય નાથીબેન નારણભાઈ તેમના કમનશીબે તેમની હયાતીમાં આવા દિવસો જાઈ રહયાછે આવી હૃદય કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર જુનાગઢ જિલ્લામાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *