નર્મદા: રાજપીપળા શહેરમાં ત્રણ દિવસ થી સર્વરની તકલીફમાં રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકોને ધક્કા.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

તમામ વસ્તુ ઓનલાઇનની વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારોમાં સર્વર માટે યોગ્ય પગલાં લે એ જરૂરી

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થી સર્વર ધીમું પડતા રેશનકાર્ડ પર જથ્થો લેવા જતા ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે.જેમાં સવારે અમુક ઓનલાઇન કૂપનો નીકળ્યા પછી બપોર બાદ સર્વર એકદમ સ્લો પડતા કલાકો ગ્રાહકો કતાર માં ઉભા રહ્યા બાદ પણ કુપન ન નીકળતા આખરે કંટાળી ઘરે ચાલ્યા જાય છે. પુરવઠા સહિતની અનેક બાબત સરકાર ઓનલાઇન કરવા માટે ઉતાવળી બની છે જેમાં વિદેશી નીતિ અપનાવી આપણા દેશ માં પણ દરેક બાબતે ઓનલાઇન ની પ્રથા શરૂ કરવા સરકાર નવા આયોજનો કરે છે જોકે આ બાબત સારી છે પરંતુ એ માટે નેટવર્ક ના ટાવરો વધારી બાકી ની જરૂરી અનેક પ્રક્રિયા નિયમિત કાર્યરત રહે તે પણ તેટલુંજ જરૂરી હોય પરંતુ આપણા દેશ ના ઘણા જિલ્લાઓ માં નેટવર્ક ના ઠેકાણા નથી જેમાં નર્મદા જિલ્લામાં તો અમુક અંતરિયાળ ગામો એવા પણ છે કે ત્યાં ક્યારેય મોબાઈલ નેટવર્ક મળતું નથી ઉપર થી વારંવાર સર્વર બંધ થવાની રામાયણ માં ઘણી ઓનલાઇન પ્રક્રિયા ખોટકાઈ પડે છે. હાલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં પણ ત્રણ દિવસ થી સર્વર ની ક્ષતિ આવતા પુરવઠા ની દુકાનો પર અનાજ લેવા જતા ગ્રાહકો ને ધક્કા ખાવા પડતા હોવાનું જોવા મળ્યું છે માટે સરકાર આ માટે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *