રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ચીનકુવા માં જવા આવવા એક જ કાચો રસ્તો છે દર ચોમાસામાં કાદવ કીચડ થતા રસ્તે બાઈક પર નિકળવું પણ મુશ્કેલ હોય આ સમસ્યાનો કાયમી ઉકેલની લોકમાંગ
નમૅદા જિલ્લાના માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવા કાચો રસ્તો આવેલો છે આ રસ્તો દર ચોમાસાની ઋતુમા આખે આખો ધોવાઈ જાય છે જેને પગલે કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થતા દર ચોમાસાની ઋતુમાં.ગ્રામજનો હેરાન થઇ રહ્યા ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ પહાડી ડુંગર વિસ્તારના માંડણ ગામનું ચીનકુવા ફળિયું ચોમાસા દરમિયાન જાણે રસ્તા વિહોણું બની જાય છે, ગ્રામજનો આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ વિકાસની રાહ જોઈ રહયા છે. વિશ્વ માં ખ્યાતિ પામનાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટીથી એકદમ નજીકના અંતરમાં આવેલા આ ફળિયા માં એક શાળા અને આગણવાડી આવેલી છે તે પણ કાચા ધરોમાં કાર્યરત છે ગ્રામજનોને રસ્તો,આવાસ,શૌચાલય, પાણી માટે હેન્ડપંપ,બોર સહિતની માળખાકીય મુળભુત પ્રાથમિક સુવિધાઓ આજદિન ઉપલબ્ધ થઇ નથી કેમકે ચીનકુવા ફળિયનો વિકાસ આઝાદી કાળથી થયોનથી.• ગ્રામજનો સરકાર અને તંત્ર પાસે રસ્તા સહિતની પાયાની.સુવિધાઓ માટે માંગ કરી રહયા છે.કેમકે સારા રસ્તા ના અભાવે ક્યારેક ઇમરજન્સી માં કોઈ બીમાર દર્દી કે ગર્ભવતી મહિલા ને સારવાર માટે અન્યત્ર ખસેડવા પડે તેવા સંજોગો માં મુશ્કેલી ની સામનો કરવો પડે તેમ હોય માટે જરૂરી સુવિધા ને તંત્ર પ્રાથમિકતા આપી ગ્રામજનો ની તકલીફ દૂર કરે તેવી માંગ ઉઠી છે.