રાજકોટ: ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ આતશબાજી..

Latest Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપ દ્વારા જ ઉપલેટા શહેરમાં ફટાકડા ફોડયા. તાજેતરમાં ઘણી નગરપાલિકાઓના પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં મેન્ડેટનો અનાદર કરી સભ્યો દ્વારા પ્રમુખ પદની પસંદગી કરાઈ છે. આ અનાદર કરનાર ભાજપના ૩૮ સભયોને સસ્પેન્ડ કરાયા જેમાં સૌથી જાજા ઉપલેટાના એટલે કે ૧૪ સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પક્ષનો અનાદર કરી પસંદગી કરવા બદલ હાંકી કઢાયા હતા. આ નિર્ણયની ઉપલેટા ભાજપના જ કાર્યકરો દ્વારા શહેરના જાહેર ચોકમાં ફટાકડા ફોડી પક્ષના નિર્ણયને આવકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *