રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ પહેલા હળવદ શહેરમાં ભારે વરસાદ પડતા સુનિલ નગરના એક સોસાયટી જવાના રસ્તા સુધીની વરસાદી પાણીની મીની તલાવડી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે સોસાયટીમાં જવું હોય હોય તો દિવ્ય પાકૅ સોસાયટીના રસ્તે થઇને જવું પડે છે
હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા લોકો વિવિધ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે બુધવારે સુનિલનગર ના મહિલાઓ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવા ધસી આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે અમારી સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી પીવાના પાણી ગટર સ્ટ્રીટલાઇટો તેમજ ચોમાસામાં વરસાદી પાણી ભરાયાની અમોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે હાલ અમારી સોસાયટીના જવુ હોય તો આગળના રસ્તા પર મીની વરસાદી પાણીનુ મીની તળાવ ભરાયુ છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક આમાર પ્રશ્ન હલ કરે તેવી સ્થાનિક રહીશોનીમાગ ઉઠવા પામી છે.