નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો : ૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસ ના ૫ યુનિટ ધમધમતા થયા.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો નર્મદા ડેમ ની સપાટી ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે ૧૩૦.૪૨ મીટરે પહોંચી

ઉપરવાસ માંથી ૧ લાખ ક્યુસેક કરતા વધુ પાણી ની આવક નોંધાઇ રહી છે

નર્મદા ડેમ ની સપાટી હાલ ૧૩૦.૨૪ મીટરે પહોંચી છે

સરદાર સરોવર નર્મદા ડેમ ના જળસ્તર માં સતત વધારો નોંધાઇ રહ્યો છે જોકે ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે

નર્મદા બંધ માં સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે ૨૦૦ મેગાવોટ ક્ષમતાના રિવરબેડ પાવર હાઉસ ના ૫ યુનિટ શરૂ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે જેથી પાણીની જાવક ૩૫,૪૯૨ ક્યુસેક નોંધાઇ રહી છે

હાલ સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણીનો જીવંત જથ્થો ૩૩૧૬.૩૬ મિલિયન ક્યુબીક મિટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *