રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
હાલ સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે આર.બી.એસ.કે ડૉ.હિરલ પ્રજાપતિ અને તેમની ટિમ દ્વારા રેપિડ ટેસ્ટ અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં હતું જેમાં ૩૦ જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રિપોર્ટ પોઝિટિવ આવેલ મહિલાને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા ગત.તા :૨૧/૮/૨૦૨૦ ના રોજ અંબાવ ગામના નવા ફળિયા વિસ્તારમાં રહેતા ૧ વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા તેના અનુસંધાને કોરોના કેસ વધુ વકરે નહિ તે હેતુથી અંબાવ ગામે ધન્વતરી રથની ટિમ દ્વારા અન્ય ૩૦ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧ મહિલાનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.