રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી તરફ થી વહેલી સવારે દાણ ભરેલ એક ટ્રેલર દાંતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા ટ્રેલર ને અકસ્માત નડ્યો હતો,ઘાટ ઉતારતાં ટ્રેલર વળાંક માજ પલટી મારતા માર્ગ એક તરફી બન્યો હતો જ્યારે સમગ્ર માર્ગ પર દાણ ની બોરીઓ વિખેરાઈ પડી હતી .ટ્રેલર નાં કેબિન નો ભાગ ધરાશાઈ થતાં ડ્રાઈવર કેબિન ની અંદરજ ફસાઈ ગયો હતો જેના કારણે તે બહાર આવી શક્યો નહોતો .હાલ માં ઘાટ વિસ્તાર માં માર્ગ પહોળો કરવાની કામ ગિરિ ચાલતી હોવાના લીધે ત્યાં હજાર રહેલ મજૂરો અને કોન્ટ્રાકટર એ દાંતા પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક પોલીસ જથ્થો ત્યાં પહોંચી ગયો હતો ને માર્ગ ને ખોલવાના પ્રયત્નો શરૂ થયા હતા અને કેબિન માં ફસાઈ રહેલા ડ્રાઈવર ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ કેબિન સંપૂર્ણપણે ધરાશાઈ થવાના લીધે ડ્રાઈવર ને બહાર કાઢવામાં મુશ્કેલી થતાં ગેસ કટર થી કેબિન નો ભાગ કાપી ને ડ્રાઈવર ને બહાર કઢાયો હતો પરંતુ તેની હાલત નાજુક હોવાથી પાલનપુર રીફર કરાયો હતો.