રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
શક્તી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ શક્તી પીઠ છે આ શક્તી પીઠ અંબાજી માં દર વર્ષે ભારદવી પૂનમ નો મહામેળો યોજાય છે પણ હાલ મા આખા વિશ્વ મા કોરોના વાયરસની મહામારીના કારણે ભારત દેશના ઘણા ખરા નાના મોટા મેળાઓ ધાર્મિક કાર્યક્રમ વગેરે પણ રોક લગાવવામાં આવ્યો છે જેમાં દર વર્ષે યાત્રા ધામ અંબાજી મા પણ ભાદરવી પૂણીમા નો મહામેળો યોજાય છે અને આ મહામેળા મા લાખોની સંખ્યામાં જગત જનની મા અંબાના ભક્તો આવે છે જેમા આ વર્ષે કોરોના વાયરસ ના કારણે ભાદરવી પૂણીમા નો મહામેળો પણ રદ કરવામાં આવ્યો છે માટે યાત્રાધામ અંબાજી મંદિર ના દ્વાર યાત્રીકો માટે બંધ કરવામાં આવ્યા છે અને આ સમય દરમ્યાન યાત્રા ધામ અંબાજી મા પણ અંબાજી ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સહસ્ત્રચંડી યજ્ઞ યોજવામાં આવ્યો છે જેમા આજ રોજ બનાસકાંઠા જીલ્લાના કલેકટર સંદીપ ભાઈ સાંગલે અને અંબાજી મંદિર ના વહીવટદારના હાથે દિપ પ્રજ્વલિત કરી અને અંબાજી મંદિર માં ધજા ચઢાવી યજ્ઞ નુ શુભારંભ કરવામાં આવ્યું હતું આ સહસ્ત્રચંડી યજ્ઞ કરવાનું મુખ્ય ઉદ્દેશ સર્વ જગત નુ કલ્યાણ થાય અને કોરોના વાયરસ ની મહામારી થી લોકો ને છુટકારો મળે તેવુ કલેકટર સંદીપ ભાઈ સાંગલે એ જણાવ્યું હતું.