બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ૨૬/૦૮/૨૦૨૦ થી તા.૦૮/૦૯/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના ભાટવાડાના– શ્રીમતી અનસોયાબેન એચ પંચોલીના ઘરથી શ્રીમતી લીલાબેન મોહનભાઈ સખેરીયાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૨૭ તેમજ કેવડીયા કોલોનીના જુના સરકારી દવાખાના બ્લોક સી – ૧ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૪૩, કેટેગરી – ૩ ઓરેન્જ બિલ્ડીંગ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૨૦ અને કેટેગરી જુની બી બ્લોક નં.૧૧ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૨ અને કુલ વસ્તી આશરે-૨૭ દર્શાવાઈ છે, જેને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.