રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના વડીયા ગામ વિસ્તારની રોયલ સનસિટીમાં રહેતાં અને મીરાં સ્ટેશનરીના નામે વેપાર કરતાં એક મહીલાના મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી પોતાની ઓળખ દિપાલી એન્ટરપ્રાઇઝ આસામના પ્રતિનિધિ અબ્દુલહસન તરીકેની ઓળખ આપી ઝેરોક્ષ માટેના જાણીતી કંપનીઓના સારી ક્વોલિટીના પેપર ઓછા ભાવે જથ્થાબંધ આપવાની તૈયારી બતાવી હતી.
આથી સ્ટેશનરી પેપર અલગ અલગ સાઈઝ અને જાડાઈ ના ખરીદવા મા સદર મહીલાએ રસ દાખવી પોતાની જરુરીયાત નુ ક્વોન્ટીટી રજુ કરી હતી, જેનુ બિલ આશરે રૂ.૨ લાખ ૭૮ હજાર જેવું થવા પામ્યું હતું. જેની ૪૦% જેટલી રકમ રૂ. ૧ લાખ જેટલી ડીઝીટલ ટ્રાન્ઝેક્શન એપ ફોન પે દ્વારા ખાતા મા નંખાવ્યા હતાં, ત્યાર બાદ ખોટો લોજીસ્ટીક નંબર આપી ને મહીલા શાથે છેતરપીંડી આચરી હતી.
આમ પોતે છેતરાઈ ગયાં છે તેવી હકીકત સામે આવતાં મહીલાએ રાજપીપળા પોલીસ સ્ટેશન મા આ બાબત ની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અજાણ્યા ઈસમો શાથે ઓનલાઈન વેપાર અને પૈસા ની લેવડ-દેવડ તેમજ ઓ.ટી.પીની આપ લે નહી કરવાની વારંવારની જાહેરાતો છતાં લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની પૈસા ગુમાવતાં હોય છે.