રિપોર્ટર: પ્રતાપભાઈ વાળા,ધારી
નવા નીર ના વધામણાં કરવા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ધારી તાલુકા ખાતે જીવન મુક્તેશ્વર મહાદેવ શેત્રુંજી નદી ના નવા નીર ની આરતી ઉતારી નવા નીર નું પૂજન અર્ચન કરી અને કુદરત નોઆભાર માની સમગ્ર દેશ માં નવા નીર થી ખેતી અને ખેડૂત ઉન્નત બને અને લોકમાતા ગણાતી નદી મૈયા ના આશિર્વાદ લઈ સમગ્ર દેશ માંથી કોરોના મહામારી નો નાશ થાય ને દેશ ફરી પ્રગતિ ના શિખરો સરકરે તેવી પ્રાર્થના કરી.
આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ રાજેશભાઈ દીક્ષિત જિલ્લા મંત્રી મહેશભાઈ રાવળ મહિલા મોરચા ઉપપ્રમુખ જયશ્રીબેન કાનાણી જિલ્લા સંગઠન મંત્રી સરોજબેન દેવમુરારી જિલ્લા મંત્રી હિનાબેન રાવલ ધારી તાલુકાના પ્રમુખ વનરાજભાઈ જેબલીયા ઉપપ્રમુખ દિનેશભાઈ બલદાણીયા તાલુકા મંત્રી મેહુલભાઈ સોજીત્રા તાલુકા મંત્રી વિજયભાઈ દવે સંગઠન મંત્રી કનકભાઈ ધાધલ ધારી તાલુકા મહિલા મોરચા પ્રમુખ કિંજલબેન વઘાસિયા તાલુકા ઉપપ્રમુખ પુનમબેન મકવાણા જાનકીબેન ભટ્ટ તેમજ બિંદીયાબેન દેવમુરારી ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન ને માર્ગદર્શન ને પ્રેરણા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ ,ભરતભાઈ ખુમાણ ,રાજ્ય અધ્યક્ષ મેહુલભાઈ પટેલ ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા ને મહા સચિવ હેમંતભાઈ દ્વારા અપાયેલ હતું.