રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લામા કાર્યરત ૪૪ ધન્વન્તરી આરોગ્ય રથ મારફત ગામડે – ગામડે અને નગરપાલીકાના વિવિધ વિસ્તારોમા આરોગ્યની વિવિધ સેવાઓ આપવામા આવી રહી છે. આજદીન સુધીમાં ધન્વન્તરી રથની સેવાનો લાભ બે લાખ કરતા વધુ દર્દીઓએ લઇ ચુક્યા છે.
આરોગ્ય રથ દ્વારા ૫૫૭૯ જેટલી સાઇટની મુલાકાત લઇ ૨,૦૨,૭૬૪ જેટલા ઓ.ડી.પી બેઝ દર્દીઓ તપાસવામા આવ્યા જેમાથી ૨૦૦ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે રીફર કરવામા આવ્યા ,૯૨૬૪ જેટલા તાવના દર્દીઓ,૬૯૫૨ ડાયાબીટીસ, ૮૧૯૯ જેટલા હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ જોવા મળેલ હતા.અને ૭૨૪૦ જેટલા કોરોના માટે શંકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામા આવ્યા.જેમાથી ૬૪ જેટલા કોરોના પોઝીટીવ દર્દી મળેલ છે.આરોગ્ય રથ દ્વારા ઉકાળા વિતરણ અને આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવ્યુ છે અને સાથે સાથે 691 જેટલા એક્શન હોટ સ્પોટની અત્યાર સુધીમા મુલાકાત લેવામા આવી છે.
ધન્વન્તરી રથ દ્વારા શાક ભાજી વિક્રેતાઓ, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કારખાનાઓ, કરીયાણાની દુકાન વગેરે જેવા સુપર સ્પ્રેડરો તેમજ ભીડવાળી અન્ય જગ્યાઓની મુલાકાત પણ ધન્વન્તરી રથ દ્વારા લેવામા આવી રહી છે અને ત્યાના લોકોની આરોગ્ય તપાસ, પલ્સ ઓક્સીમીટરની મદદથી ઓક્સીજનના લેવલની તપાસ , અને જરૂર જણાયે કોરોનાના નિદાન અર્થે એન્ટીજન ટેસ્ટ પણ કરવામા આવે છે અને હોમ આઇસોલેશન વાળા દર્દીઓની પણ મુલાકાત કરવામા આવી રહી છે.
અલંગ શીપ યાર્ડ, સર્વોતમ દૂધની ડેરી,સરકારી કચેરીઓ જેવી વિવિધ જગ્યાએ કર્મચારીઓ, મજૂરો અને ત્યા રહેતા-કામ કરતા લોકોનુ હેલ્થ ચેક અપ , આરોગ્ય પ્રદ ઉકાળા વિતરણ, અને અને હોમીયોપેથીક દવા આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવી રહ્યુ છે અને ખૂબજ મોટા પ્રમાણમા ટેસ્ટીંગની કામગીરી ધન્વન્તરી રથની વિવિધ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.