રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર જિલ્લાના કડાણા સ્થિત કડાણા ડેમમાં ઉપરવાસમાંથી આવક થતાં ડેમમાં ૪૧૬.૧૧ ફૂટ પાણી થતાં રૂઠ લેવલની જાળવણી કરવા માટે ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી ૬૦,૧૬૫ ક્યુસેક આવક થયેલ છે જેની સામે ૫૯,૬૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે આની સાથે ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડીને ૬૦ વોલ્ટ વાળા ચાર પાવર હાઉસ કાર્યરત કરવામાં આવેલ છે. જેથી ૨૪૦ મેગા વોલ્ટ નું વીજ ઉત્પાદન કરવામાં આવેલ છે અને પાણી સુજલામ સુફલામ્ કેનાલ મારફતે છોડવામાં આવેલ છે.