રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંદ કરી દેવામાં આવતા લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી બજરંગ ગૌશાળા માં ઘાસચારાની તંગી ઊભી થતાં ૧ હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી.
લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળા માં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયત ભરોસે છોડી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની ગઈ છે. સેવાભાવી સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌશાળાઓ ને આપવામાં આવતા દાન માં ધરખમ ઘટાડો થઈ ગયો છે. એવી પરિસ્થિતિમાં ગૌશાળાઓ ને સરકાર તરફથી મળતી સહાય બંદ કરી દેવામાં આવતા ગાયોના નિભાવ માટે ફાંફા પડી રહ્યા છે જેને લઇ સંચાલકો દ્વારા સરકાર સામે સહાય ચાલુ કરવા ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં સરકારનું પેટ માંથી પાણી હલ્યું નહિ. તો બીજી બાજુ ગૌશાળાની ગાયો ને ઘાસચારા માટે તંગી સર્જાઈ છે આવી પરિસ્થિતિ ના કારણે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતના મેદાનમાં છોડી દેવામાં આવી છે આ બાબતે ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે તાલુકા અને જિલ્લા મથકે રજૂઆત કરીશું અને ત્યાર બાદ આ સમસ્યાનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરશું. ઉલ્લેખનીય છે કે આવી પરિસ્થિતિ માં સરકાર અને સંચાલકોની તાણખેંચ વચ્ચે ગૌમાતા રામ ભરોસે બની ગઈ છે.