લોકડાઉનમાં બેંક ખાતેદારો પાસે કમિશન લઈ નાણાં આપનાર ત્રણ એજન્ટો સામે પોલીસ ફરિયાદ

Godhra Latest Madhya Gujarat

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ અડાદરા ગામે બેન્ક ખાતેદારોને આધારકાર્ડ દ્વારા નાણાં ઉપાડી આપવાના બદલામાં યશ બેન્ક, અને આઇસીઆઇસીઆઇ બેન્ક ના એજન્ટો કમિશન વસુલતા હોવાની ફરિયાદ ઉઠતા તમામ એજન્ટો અનઅધિકૃત રીતે કમિશન વસુલાતા હોવાનું સામે આવતા ત્રણ એજન્ટો સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ ત્રણ પૈકી બે ઈસમો અન્ય એજન્ટોના લાયસન્સ ઉપર વ્યવહારો કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.


પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ દેના બેન્ક માં આજુબાજુના 42 જેટલા ગામો ના ખાતેદારો નાણાકીય વ્યવહાર કરે છે , જેના કારણે આ બેન્ક માં નાણાં ઉપાડવામાં અને મુકવામાં લાંબી લાઈનો લગે છે, અહીં આ બેન્ક માં સિનિયર સિસટીઝનના પેંશન ખાતા સહિત તમામ સરકારી લાભો મેળવતા ખાતેદારો ના ખાતા આવેલા હોઈ અહીં દૈનિક વ્યવહારો માં લાંબી કતારો લાગતી હોય છે. લોકડાઉન દરમ્યાન અહીં સરકાર દ્વારા જમા કરવામાં આવેલ વિવિધ સહાના નાણાં ઉપાડવા આવતા ખાતેદારોને અહીં ઉભા થયેલા એજન્ટો દ્વારા આધાર કાર્ડ ના આધારે નાણાં ઉપાડી આપવાના બદલામાં 2 ટકા કમિશન વસુલાતા હોવાની બુમો ઉઠતા પોલીસે અત્રે દેના બેન્ક ની આજુબાજુ ધંધો ખોલી બેસી ગયેલા વિવિધ બેંકોના એજન્ટો ને ત્યાં તપાસ હાથ ધરતા અડાદરા ના ગોપાલ અશોકભાઈ જયસ્વાલ, ભાવિક સુભાષચંદ્ર શાહ, અને હર્ષ પીનકીન શાહ વિવિધ ખાતેદારો પાસે થી કમિશન વસુલતા હોવાનું સામે આવતા તમામ એજન્ટો સામે જાહેરનામા નો ભંગ કરી અનઅધિકૃત પ્રવૃત્તિ કરવા બદલ અટક કરી ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *