ખેડા: ઠાસરા ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા ૪ હજારની લાંચ લેતા ખેડા એ.સી.બીએ ઝડપી પાડ્યો.

Kheda Latest
રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા

ખેડા એસીબી દ્વારા લાંચ લેનાર વ્યક્તિને ઝડપવા માટે ટ્રેપ કરવામાં આવી હતી જેમાં એક જાગૃત નાગરિક દ્વારા ઠાસરા મામલતદાર ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર બિપીનભાઈ જોસેફભાઈ મેકવાન દ્વારા લાંચની માંગણી કરી હતી તેવું જણાવ્યું હતું ફરિયાદીએ વડીલો પાર્જિત ખેતીની જમીનમાં હયાતીનો વારસાઈનો હક દાખલ કરવા બાબતે ઈધરા કેન્દ્ર મામલતદાર કચેરી ઠાસરા ખાતે અરજી આપી હતી.

ત્યારબાદ પાકી નોંધ પડાવવા માટેની કાર્યવાહી કરાવવા માટે બિપીનભાઈએ ફરિયાદી પાસે રૂ.૪ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના રૂપિયા ફરિયાદીને આપવા માંગતા ન હોય તેઓએ ખેડા એ.સી.બીમાં ફરિયાદ નોંધાવી હતી જે આધારે એ.સી.બીએ ગોઠવેલ લાંચના છટકામાં બિપીનભાઈને રૂ.૪ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ બનાવ સંદર્ભે નડિયાદ એ.સી.બીએ બિપીનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *