રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામ ખાતે આવેલ તાજેતરમાં વરસાદ ને લઈને અને બનાસ નદી માં ઉપર વાસ ના વરસાદ ના પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરકડા ગામ ના ખેડૂતો ને વિનાસ સરજી ખેડૂતોને પાયમાલ કર્યા છે ત્યારે ધોરકડા ગામની ૮૦૦ હેક્ટર જેવી જમીનમાં વાવેતર કરેલ પાકને નુકસાન થયું છે ત્યારે ધરતીપુત્ર બેહાલ બન્યા છે ત્યારે વાવેતર કરેલ એરંડા કપાસ ગવાર જુવાર અને બાજરી કઠોળ જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની સીમમાં આવેલ ૮૦૦ હેકટર જમીન માં વાવેતર કરેલા પાક નિષ્ફળ ગયા છે ત્યારે ધરતી પુત્રો ની હાલત ગંભીર છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વ કરાવી નુકસાન ની વળતર આપવાની માગણી કરી રહ્યા છે તો ખેતરમાં પાણી બનાસ નદી ના આવવાથી ખેતરમાં જમીનનું ધોવાણ થયું છે ત્યારે ખેડૂતો ની માંગણી છે કે સરકાર તરફથી જમીન નું લેવલીંગ કરાવી આપે ખેડૂતો પાયમાલ થઈ ચૂકયો છે ત્યારે રાધનપુર તાલુકાના ધોરકડા ગામ ના ખેડૂતો ને વારે આવી સરકાર તરફથી મદદ કરવા ની માંગણી કરવામાં આવી છે.
વિનાસ સરજી ખેડૂતોને પાયમાલ કરતો મેઘરાજા ખેડૂતો વાવેતર કરેલા તમામ પ્રકારના પાક પાણી માં ગરકાવ થઈ ગયા છે ખેતરમાં ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયાં છે ત્યારે કરોડો રૂપિયા નું ખેડૂતો ને મોટા પાએ નુકશાન થયું છે ત્યારે રાધનપુર તાલુકાના ધોરકડા ગામ ના ખેડૂતો પાયમાલ બન્યા છે.