કોરોના મહામારીની વચ્ચે લોકોનો ઉત્સાહ વધારવા તેમજ બાળકોના જ્ઞાનમાં વધારો કરે તેવા ટી એલ એમ કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ શિક્ષક દ્વારા ઘરે રહીને શાળાના બાળકોને ઉપયોગી થાય તેવા ટી એલ એમ તૈયાર કરાવાયા છે. જેમાં તેઓએ ધોરણ-1 અને 2 માં પ્રજ્ઞાને લગતા વિવિધ પ્રકારના ટી એલ એમ, સંખ્યાજ્ઞાન બોર્ડ, વેસ્ટ કપમાંથી શબ્દો, ઉપરાંત વિવિધ કાર્ડ, ધોરણ 3,4,5 માટે સમાંનાર્થી માછલી, હિન્દીમાં વિરોધી શબ્દ મોર, લિગપરિવર્તન, સરવાળા, બાદબાકી, ગુણાકાર માટેના વિવિધ ટી એલ એમ નું નિર્માણ કરેલ છે, 1 થી 1 કરોડ સુધીનું સંખ્યાજ્ઞાન શીખવા વેસ્ટ ફાઇલનો ઉપયોગ કરી ટી એલ એમ નિર્માણ કરેલ છે.
આ બધા જ ટી એલ એમ શાળાનાં વોટ્સઅપ ગ્રૂપ ,ફેસબુક અને તેની સમજુતીના વિડિઓ યૂટ્યૂબ ચેનલ પર મુકવામાં આવેલ છે. ઉપરાંત આઇ આઇ એમ અમદાવાદના માધ્યમથી ચાલતાં ગ્રુપ સમર્થ પ્રજ્ઞા અને સમર્થ ધોરણ 3 થી 5 ના ગ્રુપમાં પણ શેર કરવામાં આવ્યાં. જેમાં રાજ્યભરના શિક્ષકોનો બહોળો પ્રતિસાદ મળવાપાત્ર થયો. તેમજ અમદાવાદ અને સૃષ્ટિના માધ્યમથી ટ્વીટર પર પણ શેર કરવામાં આવ્યાં.
ઘરે રહો, સુરક્ષીત રહો, હોમ સ્ટે હોમ ના સૂત્ર ને તેઓ ચરિતાર્થ કરી રહ્યાં છે, આમ સતત બાળકોની ચિંતા કરીને નવતર પ્રયોગો કરનાર કાલોલ તાલુકાના બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ અભિનંદન ને પાત્ર છે. અને આજના સમયમાં બીજા શિક્ષકો માટે પણ પ્રેરણાસ્રોત છે.