રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના રેન્જના ડી.આઈ.જી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાંસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આવતી હોય, પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા જાણ કરવામાં આવેલ છે.
લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ લોકોના કામધંધા બંધ હોઈ, વ્યાજખોરો દ્વારા હપ્તાની ઉઘરાણી કરવામાં આવતા હોવાની, જેને લીધે વ્યાજખોર દ્વારા લોકોને ત્રાસ આપતા હોવાની ઉપરાંત વ્યાજખોરનું વ્યાજ નહીં ચૂકવી શકવાના કારણે મિલકતો પડાવવાના કારસાઓ કરતા હોવાની હકીકતો ખાનગી રાહે જાણવા મળતા, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરીના ત્રાસથી કોઈ વ્યક્તિને હેરાનગતિ હોય તો, એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા આર.કે.ગોહિલ, ઇન્ચાર્જ પો.ઇન્સ., લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ ઉપર અથવા પોલીસ કંટ્રોક રૂમ, જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. ફોન કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેની ઓળખ ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં. જેથી, જૂનાગઢ પોલીસ વ્યાજખોરો ના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવી શકે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ફરિયાદીઓ ની ફરિયાદ આધારે બે ગુન્હાઓ દાખલ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બને ગુન્હાઓના ફરિયાદીઓ પાસેથી તગડી વ્યાજની રકમ વસૂલ કરી, દુકાન, વાહનો તેમજ ઘર ઉપર કબ્જો કરવાની કોશિશ કરવામાં આવેલ હોઈ, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીએસઆઈ કે.એસ.ડાંગર દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમ ના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ભાવના દર્શાવી છે.