વડોદરા: રેલવે તંત્રની બેદરકારીને પરિણામે વીજ કેબલ કપાઈ જતા ડભોઇ નગરમાં સાત કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જમીન પોચી થઈ જતા તેમજ પવન ચાલતો હોય જેના કારણે વેગા વાડીયો વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં વીજ કેબલો તૂટી જવા પામ્યા હતા. જ્યારે બીજી બાજુ સરીતા ફાટક પાસે રેલ્વેનું કામ ચાલતું હોય જેસીબી દ્વારા ખાડા ખોદાતા અંડરગ્રાઉન્ડ વીજ કેબલોની લાઇન કપાઇ જતા સેવાસદન ફીડર બંધ થઈ જવા પામ્યું હતું. જેથી ડભોઇ નગરનો વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. વીજકર્મીઓની સતત મેહનતના પરિણામે રાત્રીના જ ચાલુ વરસાદમાં વીજ પુરવઠો શરૂ કરાયો હતો.

ડભોઇ પંથકમાં પાછલા છ દિવસથી અવિરત વરસાદ વરસતો હોવાથી પાણી ભરાઇ જવા પામ્યા હતા. ગતરોજ બપોરના વેગા વાડીયોમાં જમીનમાંથી વૃક્ષ ઉખડી ફસડાઇ વીજ કેબલો પર પડતા ૬૬ કે.વી.લાઇનના કેબલો તૂટી જવા પામ્યા હતા. જ્યારે સરીતા ફાટક પાસે રેલ્વેના કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલતું હોય જેસીબી મશીનથી ખાડા કોદાતા એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ સેવાસદન ફીડરની લાઇન કપાઇ જતા ડભોઇ ટાઉનના ત્રણ ફિડરોમાંથી એક ફીડર બંધ થઈ જવા પામ્યું હતું. જેથી વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. વરસતા વરસાદમાં નગરજનોને વીજ પુરવઠો પુરો પાડવા ડેપ્યુટી ઇજનેર જે.આર.બારીયાએ કુનેહતા પૂર્વક પોતાની ટીમને માર્ગદર્શન આપી જોખમી રીતે નગરજનોની સુવિધા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. રાત્રીના જ સમારકામ પૂર્ણ કરી સેવાસદનના ફીડરને બાયપાસ કરી બાકીના બે ફીડરો પર લોડ આપી વીજ પુરવઠો શરૂ કરી દેવાતા નગરજનોને રાહત થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *