રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બાધરપુરા ગામ નજીક ઠાસરા થી સેવાલિયા હાઇવે પર અચાનક એક વૃક્ષ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલ ટ્રક પર પડતા ટ્રકને ભારે નુકશાન થયું છે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે હાઇવે પર વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ બાબતની જાણ થતા ઠાસરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકને દૂર કર્યો હતો.