બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી ખાતે આવેલ સરદાર સરોવર ડેમની આવકમાં ધરખમ પાણીની આવકમાં વધારો થતા જળ સપાટી ૧૨૯.૦૮ મીટરે પોંહચી.
હાલ સરદાર સરોવર ડેમના પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને હવે નર્મદા ડેમમાં જૂન મહિનાથી બંધ વિજઉત્પાદન હવે ચાલુ કરવામાં આવ્યું છે.આજથી આર.બી.પી.બીનું ૨૦૦ મેગાવોટનું એક ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન શરૂકરાયું છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધ્ય પ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવકમાં વધારો થયો છે વધી રહેલ સપાટીને દયાનમાં લઈ નર્મદા ડેમમાંથી આજે ૧ થી ૨ લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું જે સ્થગિત કરવામાં આવ્યું છે અને એની જગ્યાએ ૬૫૦૦ ક્યુસેક પાણી છોડાયુ હતું જેથી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી જેની તકેદારીના ભાગ રૂપે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા નર્મદા નિગમ દ્વારા નર્મદા જિલ્લાના ત્રણ તાલુકા ગરુડેશ્વર,નાંદોદ અને તિલકવાડાના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીકાંઠાના ગામોને નુકશાન ન થાય તેની પણ કાળજી રાખવામાં આવી છે અને કાંઠાના ગામોને સચેત સૂચના આપવામાં આવી છે.