બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ (એ.એસ.વસાવા) નાઈટ પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન મળતી બાતમીના આધારે પોતાની સાથે અન્ય સ્ટાફ સાથે ભારધ્રા ચોકડી પાસે ખાતર ડેપો નજીક છાપો મારતા ફોર વિલર કારમાં જુગાર રમી રહેલા પાંચ ઈસમો ઝાડપાયા હતા પાંચે આરોપીઓ ની અંગઝડતી દરમિયાન ૫૮૧૦ રોકડ તથા દાવ ઉપર લગાવેલા ૬૭૦૦ તથા ચાર મોબાઈલ ફોન કિંમત ૮૫૦૦ તથા એક એક્ટિવ મોટર સાઇકલ અને ફોર વિલર કાર કિંમત રૂ ૧.૪૦.૦૦૦ મળી કુલ ૧.૬૧.૦૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગરુડેશ્વર પોલીસ દ્વારા પાંચે ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.