રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ભારત દેશની શાન ગુજરાતનું ગૌરવ એવા બીજા કોઈ નહીં પણ જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામના સમાજના હરેશભાઈ દેસાભાઈ બોરીચા તેઓ સીઆરપીએફમાં જોઈન થયા છે અને કાશ્મીરમાં ગોગા લન્ડ માં કર્યા બાદ પ્રથમ પોસ્ટિંગ પર કાશ્મીરમાં થયું હતું અને વર્ષ ૨૦૧૮માં કાશ્મીરમાં આતંકવાદીઓ ઉપર સીઆરપીએફ ૧૮૦ બટાલીયન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું તે બટાલિયન ની જે કંપનીને આદેશ મળ્યો હતો કે કંપની ( પ્લાટુન ) માં હરેશભાઈ બોરીચા પણ હતા તેમણે આ ઓપરેશનમાં સારૂ એવું પ્રદર્શન બતાવ્યું હતું આજ ઓપરેશનમાં સીઆરપીએફની ૧૮૦ બટાલિયન ટીમ દ્વારા ચાર આંતકવાદીઓને તારો કરવામાં આવ્યા હતા ત્યારબાદ સીઆરપીએફના અધિકારીઓ દ્વારા સતત એક વર્ષ સુધી સીઆરપીએફ ના નિયમ અનુસાર તપાસ સાલી કે કોના દ્વારા એવું કાર્ય કરેલ છે અને આખરે પીએમજી (પ્રાઈમ મિનિસ્ટર ગેલેન્ટી ) મેડલ માટે હરેશભાઈ બોરીચા નું નામ પણ સામે આવ્યું હતું અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દિલ્હી ખાતે તેમનું નામ જાહેર થયું અને ગૌરવની વાત છે કે આ વર્ષે પૂરા ગુજરાતમાંથી સીઆરપીએફના ફક્ત બે જ વ્યક્તિઓ સિલેક્ટ થયા છે.
જેમાંથી વ્યક્તિ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામના હરેશભાઈ બોરીચા છે અને આ બાબતની સૂચના હરેશભાઈ દ્વારા ફોનથી અતુલ ભાઈ જાની ફોજી જે સાવરકુંડલા ના રહેવાસી છે બીએસએફ માં ફરજ બજાવે છે તેમણે જાણ કરી હતી અતુલભાઇ જાની ને જાણ થતાં જ તમામ કાગળ સર્ટિફિકેટ મંગાવ્યા અતુલભાઈ જાનીએ હરેશભાઈ ને શુભેચ્છા પાઠવી ત્યાર બાદ પત્રકારને આ બાબતે સૂચના આપી હતી તમામ કાગળો રવાના કર્યા અને કહ્યું આવું સર્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિનું ક્યાંય નામ નથી અને તેમના દ્વારા સંપૂર્ણ આધાર પુરાવા મળ્યા બાદ પત્રકારએ દેશની સુરક્ષાના જ હોય પોતાની ચિંતા કર્યા વગર દુર્ગમ સાહસ બતાવતા હોય ખરેખર ધન્યવાદ છે આ પાત્રને એવું કહી હરેશભાઈના પરિવાર તથા ગામના લોકોની મુલાકાત લીધી ત્યાર બાદ જાણવા મળ્યું કે તેમના પુરા પરિવારની સાથે ગામમાં પણ ખૂબ જ આનંદ છવાઈ ગયો છે અને તેમના પરિવારના લોકો ખુશીથી પોતાના આંસુ રોકી ના શક્યા ધન્ય છે આ તેમના મા-બાપને ધન્ય છે તે નારીને જેમણે પોતાના પતિને ધન્ય છે બહેનને તેમણે પોતાના પાયને જેમણે દેશની રક્ષા માટે કાળજાના કટકાને દેશના હવાલે કરી દીધો તેમજ હરેશભાઈ બોરીચા રજા ના દિવસોમાં પોતાના વતન આવ્યા હતા ત્યારે ૧૫ મી ઓગસ્ટના દિવસે બાળાની વાવ ગામે પ્રાથમિક શાળા માં વીર યોદ્ધા હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્રની ધરાના અને બાબરીયાવાડ વિસ્તાર ક્ષત્રિય કાઠી સમાજ નું ગૌરવ એવા હરેશભાઈ બોરીચા ને અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે.