બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે થી છ સદીઓ થી પણ પુરાણા સ્થાપત્ય કલા ના શિલાસતંભો ના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ જાણકારી પ્રદાન કરી છે. રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ પોતાના સોશીયલ મિડીયા મા ફેસબુક ઉપર માહિતી પ્રદાન કરતા જણાવેલ છે કે તેઓ ના ખેતર કે જે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે આવેલ છે તેની નજીકથી સવંત ૧૪૫૧ વર્ષ લખેલા પુરાણાં ત્રણ શિલાસ્થંભ આવેલ છે જે છ સદીઓ થી પણ પુરાણા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છિછરૂ વંચાણ દેખાય છે. આવા ૩ સ્થંભ છે જેમા આદિવાસી સંસ્કૃતિ ની ઝલક દેખાય છે.
દરેક શિલાસ્થંભનું પોતાનુ મહત્વ હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ ફેસબુક ઉપર અનુમાન લગાવી વર્ણન કર્યું છે.આ શિલાસ્થંભની જાણ પુરાતત્વ વિભાગને પત્ર દ્વારા પૂર્વ વનમંત્રીએ કરેલ છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો ઐતિહાસિક ધટનાઓની સાક્ષી રુપ હોયને આ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વ ને વધુ ઉજાગર કરશે.