રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
તેમજ સફાઈ કર્મચારી ઓ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનોને માસ્ક તેમજ સૅનેટાઇઝ વિતરણ કરાયું.
સુરત શહેર માં સામાજિક કાર્યો દ્વારા પોતાના સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર ઘનશ્યામ બિરલા દ્વારા પોતાના પિતાશ્રી રામદેવપીર મંદિર બગસરા ના ભૂમિ દાતા સ્વ છગન ભગત ની પુણ્યતિથિ નિમિતે રેડ ક્રોસ બ્લડ બેંક અડાજણ માં બ્લડ કેમ્પ તેમજ મોટા વરાછા ઝોન ઓફિસ ના સફાઈ કર્મી ઓ તેમજ ફાયર કર્મચારી ઑ ને માસ્ક તેમજ સનેટાયજનું વિતરણ કરી ને પિતાની યાદ તાજા કરી હતી.
બિરલા એ વધુમાં જણાવ્યું હતું કે પિતાશ્રી ની ખોટ તો કાયમ રહે છે પરંતુ તેને લોકો ના હ્રદય માં કાયમી યાદગીરી રહે તે માટે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે તેના સાચા હીરો સફાઈ કર્મી તેમજ ફાયર કર્મી ઓ ને સન્માનિત કરી ને એક નાનકડી અંજલિ આપવાનો નાનકડો પ્રયાસ માત્ર છે તેમજ તેમજ તેમણે જોન ઓફિસર તેમજ ફાયર અધિકારી નું ભારત માતા ની પ્રતિકૃતિ ને તિરંગા દ્વારા સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના કો ઓર્ડીનટર ડો મુકેશ પડસાલા .ઘનશ્યામ પાધરા હરેશ માંગ રોળયા કોર્પોરેટર દેવરાજભાઈ ટીંબી સામાજિક અગ્રણી પ્રવીણ પીપરડી રાજુભાઈ ગૌદાની અરવિંદભાઈ પટેલ જેવા સામાજિક અગ્રણી ઓ એ હાજરી આપી ને આવા સુંદર કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.