બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાની સુરક્ષાની જવાબદારી હવે CISF ના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સુરક્ષા સંભળાશે.17મી ઓગસ્ટના રોજ CISF ના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, 24 મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISF ના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી, દરમિયાન CISF જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થાનો વિધિવત ચાર્જ લીધો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISF ના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં CISF ના ઈન્ડકસન સેરેમની કાર્યક્રમ નર્મદા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી CEO એમ.આર.કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં CISF ના કમાન્ડન્ટ વી.કે કકકર, વડોદરા રેન્જ આઈ જી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, જોઈન્ટ સીઇઓ નિલેશ દુબે, નર્મદા નિગમના આર.જી.કાનૂગો, જે.કે.ગરાસિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રથમ સુરક્ષા નર્મદા પોલીસ, SRP ના જવાનો કરતા હતા. UDS ના સુરક્ષા જવાનો પણ સ્ટેચ્યું પરિસર ફરજ બજાવતા.હવે 1 સપ્ટેમ્બર થી CISFના 270 જવાનો વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવશે અને સંપૂર્ણ જવાબદારી CISF ની રહેશે.તેઓ AK47, ઇન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરશે.કોઇ પણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે ત્રણ ડોગ સ્કવોર્ડ તૈનાત રહેશે.
CISF માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઇઓ નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સંવેદનશિલતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયે CISFના ડિપ્લોયમેન્ટ મંજૂર કર્યું છે.તેમના માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે.ડિપ્લોયમેન્ટ સેરેમની કરવામાં આવશે પછી ઔપચારીક રીતે CISF સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેન્ડ ઓવર લઇ લીધું છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 270 જવાનો તૈનાત થશે.અને આસપાસના સરદાર સરોવર ડેમ સહિતના સ્થળોએ SRP તૈનાત રહેશે.