રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથક મા સતત વરસી રહેલા વરસાદ ને કારણે નદી નાળા છલકાઈ જવા પામ્યા છે ત્યારે બોડેલી તાલુકા ના મૂલધર ગામ પાસે આવેલ મોરિયા નદી પર નો કોઝવે ધોવાઈ ગયો છે જેને લઇને આજુબાજુ ના છ કરતા વધુ ગામ ના લોકો ને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે બોડેલી પંથક માં છેલ્લા દસ દિવસ થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કેટલાક ગામડા ઓ સંપર્ક વિહોણા બની ગયા છે અને ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકો નદી ના વ્હેણમાં થી નીકળી ને એક છેડે થી બીજા છેડે જીવ ના જોખમે પસાર થઈ રહ્યા છે આવિસ્તાર ના લોકો ને બોડેલી જવામાટે ૬થી૮ કિલોમીટર નો લાંબો ફેરો ફરીને જવું પડે છે. છેલ્લા કેટલા સમય થી ચોમાસામાં આ વિસ્તાર ના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામના લોકો ના જણાવ્યા મુજબ વહેલા માં વહેલી તકે નદી પર બ્રીજ બનાવવા માં આવે તો આ વિસ્તાર ના લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે નહિ એવી આવિસ્તાર ના ગ્રામ જનો ની માંગ છે.