રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર નગરપાલિકા ની આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી તા.૨૪ ના રોજ જિલ્લા સેવાસદન સંકલન હોલમાં યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે બહુજન સમાજ પાર્ટીના નારેનભાઈ જયસ્વાલ બિન હરીફ વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકા માં ઇતિહાસ માં પ્રથમ વખત એવું બન્યું છે કે પતિ અને પત્ની બન્ને પ્રમુખ બન્યા હોય પાલિકા ઉપપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણી માં બહુજન સમાજ પાર્ટીના બે ફોર્મ જાકીરભાઈ દડી અને બિટીપી ના સભ્ય જીગ્નેશભાઈ તડવી ના ભરાયાં હતા મતદાન માં બહુજન સમાજ પાર્ટીના ૯ અને કોંગ્રેસના ૮ મતોનું ગઠબંધન થતાં સત્તા બહુજન સમાજ પાર્ટી પ્રાપ્ત કરે છે તેવા ચિન્હો અગાઉ થી જણાતા હતા હાલમાં ઉપપ્રમુખ ઝાકિરભાઈ દાઢી બીજી વખત બીજી ટર્મમાં છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ બન્યા છે. એવું પેહલા વખત બન્યું છે મતદાન વખતે ભાજપના ૩ અભ્યો ઘેરહાજર રહ્યા હતા.