રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ટ્રીયકૃત બેન્કોના એ.ટી.એમ મોટાભાગે બંધ જોવા મળે જ્યારે ખાનગી બેન્કોના એ.ટી.એમ લગભગ બારે માસ ચાલુ હોવાનું શું કારણ નર્મદા જિલ્લામાં આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ કોઈ ને કોઈ કારણોસર ખોટકાયેલાજ જોવા મળતા ગ્રાહકો ને ઇમરજન્સી ટાણે મુસીબત માંથી પસાર થવું પડે છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય આખા વર્ષ દરમિયાન મોટાભાગે બંધ હાલત માં જોવા મળતા કોઈ ઇમરજન્સી સમયે ગ્રાહકો તકલીફ માં મુકાય છે જ્યારે તેની રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કોના એ.ટી.એમ જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય આખા વર્ષ દરમિયાન મોટાભાગે બંધ હાલત માં જોવા મળતા કોઈ ઇમરજન્સી સમયે ગ્રાહકો તકલીફ માં મુકાય છે જ્યારે તેની સામે ખાનગી બેન્કો ના એટીએમ હંમેશા ચાલુ જોવા મળતા રાષ્ટ્રીયકૃત બેન્કો ના વહીવટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.જેમાંખાસ કરીને રાજપીપળા શહેર ની મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,બેંક ઓફ બરોડા સહિત ની રાષ્ટ્રીયકૃત બેન્કો ના મશીનો મોટાભાગે ખોટકાયેલા જોવા મળતા ગ્રાહકો ને ઇમરજન્સી સમયે બેન્કોની રજા હોય ત્યારે રૂપિયા ની જરૂર પડતા મુસીબત માં મુકાય છે. આ બાબતે સ્ટેટ બેન્કના મેનેજર સોલંકીના જણાવ્યા મુજબ વારંવાર કનેક્ટિવિટી ની તકલીફ આવે છે અને હાલ ચોમાસા ની ઋતુ ના કારણે ભેજ લાગવાથી પણ એટીએમ ના સેન્સર માં તકલીફ આવે છે ઉપરાંત મશીન રિપેરીંગ માટે બીજા મોટા શહેર માંથી ટેક્નિસિયન આવતા હોય તેમાં પણ સમય જતો હોવાથી મુશ્કેલી જોવા મળે છે.