રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સંતોષ ચાર રસ્તા પર અસ્થિર મગજનો બીમાર વ્યક્તિ પડેલો જોઈ લોકો માનવતા ભુલ્યા : જોકે ટાઇગર ગ્રુપ નર્મદા ને જાણ થતા જ ખુદ અધ્યક્ષ ત્યાં મદદે દોડી ગયા ,હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી ના ચક્રવ્યુહ માં અટવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં પણ ઘણા પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે કેટલાક મૃત્યુ પણ થયા છે પરંતુ જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પરંતુ આ મામલે પણ ટાઇગર ગ્રુપ,નર્મદા એ પોતાની માનવતા બતાવી હતી.રાજપીપળાના ભરચક વિસ્તાર એવા સંતોષ ચાર રસ્તા પર રોડની બાજુ માં આજે એક અસ્થિર મગજ જેવા જણાતા વ્યક્તિ બીમાર હોય તેવી હાલત માં પડી રહ્યા હતા. જોકે તેમનો શ્વાસ ચાલુ હતો પરંતુ અશક્તિ હોય તેમ ઉઠી ન શકતા હોય ત્યાંથી કેટલાય લોકો પસાર થયા પરંતુ કોઈને જાણે આ વ્યક્તિ પર દયા ન આવી હોય એમ તમાશો જોઇ ચાલ્યા જતા હતા તે દરમિયાન આ બાબતની જાણ ટાઇગર ગ્રુપના અધ્યક્ષ પ્રેમભાઈને થતાં તેઓ તેમની સાથે નયનભાઈચિરાગભાઈ અને ધવલભાઈ ને ઘટના સ્થળે લાવી આ બીમાર વ્યક્તિ ને ૧૦૮ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પીટલ મા લઈ જઈ દાખલ કર્યો હતા. જ્યા ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામા આવી હતી ત્યારબાદ બિમાર વ્યક્તિના પરિવારજનો નો સંપર્ક કરી તેમને હોસ્પિટલ બોલાવી જરૂર પડે વડોદરા રીફર કરવાનું હોસ્પિટલ દ્વારા જાણવામાં આવ્યું હતુ.
આ ઘટના બાદ ટાઇગર ગ્રુપ,નર્મદા ના અધ્યક્ષ પ્રેમભાઈ એ લોકોને અપીલ કરી હતી કે આવી વિકટ પરિસ્થિતમાં લોકો એ એક બીજાને મદદરૂપ થવુ જોઇયે જો તમારા થી કોઈ ની મદદ ના થઈ શકે તેમ હોય તો ટાઇગર ગ્રુપ નર્મદા તેમજ નર્મદા પ્રશાસન ને તેની જાણ કરો તો કોઈનો જીવ બચી શકે છે.