લાઠી પોલીસ સ્ટેશનના PSI ગાંધીનગર સ્થિત તેમના પિતાને મળવા ગયા હતા. બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પર હાજર થઇ બંદોબસ્તમાં જોડાયા હતા. દરમિયાન તેમના પિતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક ગાંધીનગર દોડી ગયા છે. PSI તેના પિતાના સંપર્કમાં આવ્યા હતા. PSIના સંપર્કમાં આવેલા લાઠીના 12 પોલીસ કર્મચારીઓમાં એક ફોટોગ્રાફર, 1 હોમગાર્ડ, 1 ટીઆરબી જવાન અને 9 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. 12 પૈકી 6ને અમરેલી જિલ્લા ક્વોરન્ટીન રૂમ ખાતે અને 6ને હોમ ક્વોરન્ટીન કરાયા છે. સમગ્ર મામલે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટી આપી છે