રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયાના હુસેની સોસાયટીમાં આવેલ ૧ લાખ ૬૦ હજારની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ટાંકીના બીમ ખવાઈ ગયેલા છે અને સાઇડોના પોપડા પણ ઉખડી ગયા છે અને તેના સળિયા પણ દેખાઈ આવ્યા છે જેના કારણે ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે આ ટાંકીની આસપાસ ઘણી વસ્તી વસવાટ કરે છે જેથી તેઓને જીવનું ઝોખમ ઉભું થયેલું છે આ ટાંકી ઘણા વર્ષો પહેલા બનાવેલી છે જેથી હાલ તેની આવરદા પુરી થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જાણે તંત્ર કોઈ જાનહાની થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ અગાઉ પણ નાની ટાંકીનો અમુક હિસ્સો તુટી પડતા મોટી જાનહાની થવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા સમયસર આ પાણીની ટાંકીને ધરાશાયી કરવામાં આવે અને મોટી જાનહાની ટળે તેવી માંગણી હુસેની સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે.