રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
સ્માર્ટ આંગણવાડીની વાતો અને વિકાસની વાતોમાં જો કઈ થઇ રહ્યું છે તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર જેને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે આવેલ જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે ૬ લાખ ૪૯ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માત્ર આંગણવાડીમાં કલર કરાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગામના સરપંચ દિલીપસિંહ ચાવડા અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના સરપંચના જણાવ્યા અનુસાર આ આંગણવાડી સ્માર્ટ બનાવવાની કોઈને જાણ પણ કરાઈ નથી અને કયા કોન્ટ્રાકટરને આ કામ અપાયું છે તેની પણ જાણ કરાઈ નથી સરકાર દ્વારા જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે ૬ લાખ ૪૯ હજારની ગ્રાન્ટ ફળવાઇ હતી પણ અહિયાંતો કોન્ટ્રાકટર દ્વારા માત્ર કલર કામ કરીને જ ૬ લાખ ૨૫ હજારનું નો ખર્ચ બતાવી સ્માર્ટ આંગણવાડી દર્શાવી દીધી છે.
આ તે કેવી સ્માર્ટ આંગણવાડી જ્યાં ઠેર ઠેર પાણી ટપકે છે અને ધાબા ઉપર પાણી ભરાયેલું રહે છે જેના કારણે ઘાસ પણ ઉગી નીકળેલ છે માત્ર કલર કરીને સ્માર્ટ આંગણવાડી બતાવીને લાખોનો ભ્રસ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોન્ટ્રાકટર છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ અને ગ્રામજનોની માંગણી છે.