કોરોના ના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. તેવામાં ચિતાજનક એ બાબત છે, કે મેડિકલ સ્ટાફ જે કોરોના પીડિત લોકોની સહાય કરવા જીવના જોખમે કામ કરી રહ્યા છે. તેવા વોરિયર્સ પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. રાજ્યના 77 કોરોના વોરિયર્સ પોતાને ન બચાવી શક્યા, લોકસેવામાં પોતે ક્યારે સંક્રમિત બન્યા તેની પોતાને ખુદને ખબર ના રહી. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી લોકોને બચાવવા માટે લોકોની વચ્ચે પોતાની જાનને જોખમમાં મુકીને કામ કરતાં કોરોના વોરિયર્સ પોતે જ્યારે તેના પોઝીટીવ થઈ જાય ત્યારે મોટી મુશ્કેલી પડે છે. રાજ્યમાં કોરોના વોરિયર્સ સેફ નથી કોરોના પોઝીટીવ લોકોની વચ્ચે સતત રહી તેઓને સાજા કરવા પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ગુજરાતમાં આવા 77 કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. ગુજરાતની સિવિલ હોસ્પિટલના અગ્રણી ડોક્ટરો હોય કે પછી એલ જી હોસ્પિટલનો સ્ટાફ હોય કે, પછી પેથોલોજીસ્ટ હોય, પરંતુ એ હકિકત છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોના વોરિયર્સ પણ સેઈફ નથી. રાજ્યમાં પીપીઈ કીટનો અભાવ કહો કે પછી હલકી ગુણવત્તા કહો. જે હોય તે પરંતુ રાજ્યમાં કોરોના વોરિયર્સ સેફ નથી એ હકિકત છે. રાજ્યમાં ડોક્ટર્સ નર્સને પણ કોરોના પોઝીટીવ લોકોની સારસંભાળ રાખવા દરમિયાન તેઓ પોતે પણ સંક્રમિત થયા છે. વિવિધ હોસ્પિટલોમાં જ્યાં કોરોના વોર્ડ છે ત્યાં કામ કરનારા ડોક્ટરો નર્સ તેમજ મેડિકલ સ્ટાફને કોરોના પોઝીટીવ આવતા આખા ગુજરાત માટે આ ચિંતાજનક બાબત છે.
કોરોનાની આ મહામારીથી લાડવા માટે વોરિયર્સની સેફટી આવશ્યક છે. જો તેઓ જ કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. તો બાકી લોકો નું શું ? આ એક ચિંતા જનક બાબત છે. કોરોના સંક્રમિતોનું ધ્યાન રાખનારા ખુદ પોતાનું ધ્યાન ના રાખી શક્યા. લોકસેવા માટે સમર્પિત ડોક્ટરો હાલમાં પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના ટેસ્ટિંગ માટે ફિલ્ડમાં ફરી રહ્યા છે. તો રાજ્યમાં બનાવેલા કોરોના વોર્ડમાં પણ સતત લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના વોરિયર્સના પરિણામે જ આજે રાજ્યમાં 138 થી વધારે લોકો સાજા થયા છે. હાલમાં પણ જેટલા એક્ટિવ કેસ છે તેઓનું સતત ધ્યાન રાખી રહ્યા છે. એલજી હોસ્પિટલમાં 22 જેટલા ડોક્ટરો પોતે સંક્રમિત થયા છે. અમદાવાદ સિવિલ બાદ ભરૂચ સિવિલમાં પણ ડોક્ટરો સંક્રમિત થયા છે. લેબ ટેક્નિશિયન પણ આમાં બાકાત રહ્યા નથી. તેથી સૌ પ્રથમ તેમની સેફટી આવશ્યક જણાય છે.