રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
સમગ્ર વિશ્વમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. એવી જ રીતે એસ.જી.વી.પી ગુરુકુલમાં પરંપરાગત રીતે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર માટીમાંથી તૈયાર કરવામાં આવેલા ગણપતિ મહારાજનું પુજન કરાય છે.આ વર્ષે એસજીવીપી ગુરુકુલ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીએ સોડષોપચાર પુજન કર્યું હતું. આ મુર્તિ એક કુંડામાં વિસર્જિત કરવામાં આવશે અને એમાં જે વૃક્ષ ઊગશે એને પોષણ કરાશે. આ માટીના ગણેશજી ગુરુકુલના વિદ્યાર્થી ફેનિલ લખાણીએ અર્પણ કર્યા છે.