રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ૨૪/૦૮/૨૦૨૦ થી તા.૦૬/૦૯/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.
તદઅનુસાર જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના ભાટવાડાના – રમીલાબેન બારોટના ઘરથી સુરેશભાઈ ટેલરના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૧૯, રાજપૂત ફળિયું – રાજપૂતનગર સોસાયટીના ઘર નં.૩૦,૩૧,૩૨,૩૩ અને ૩૪ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૨૩, કાછીયાવાડના -મનોજભાઈ કાછીયાના ઘરથી ચિરાગભાઈ પટેલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૮ અને કુલ વસ્તી આશરે-૩૩ તેમજ નાંદોદ તાલુકાનું વડીયા ગામની શ્રીરંગનગર સોસાયટીના – યોગેન્દ્રસિંહ અમરસિંહ રાજના ઘરથી રવિરાજ બાબુભાઈ તડવીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૧૯, થરી ગામનું મહાદેવ ફળિયું – ઈશ્વરભાઈ લલ્લુભાઇ પટેલના ઘરથી ચીમનભાઈ છીતાભાઈ તડવીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૦ અને કુલ વસ્તી આશરે-૩૭ અને કેવડીયા કોલોનીના ૩-એ પતરા ટાઈપના ક્વાટર્સ – રણજીતભાઈ કનુભાઈ તડવીના ઘર નં.૩૪ થી ભીમસિંગભાઈ દેવજીભાઈ વસાવાના ઘર નં.૩૯ સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૨૦ દર્શાવાઈ છે, જેને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.