રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપ નો કેસીયર પંપે થી પૈસા લઈને રાધનપુર ખાતે બેન્કમાં પૈસા ભરવા જતાં તે દરમિયાન રસ્તામાં બાઈક ઉપર આવેલ ત્રણ શખ્સોએ આંખમાં મરચું પાવડર નાખી છરી બતાવી પૈસાની બેગ લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર જય રહેલ કર્મચારી લૂંટાયો હતો ૩૦૦૦૦૦ રૂપિયાની સન સની લુટ થતા ચકચાર મચી જવા પામી હતી. રાધનપુર પોલીસ ને જાણ થતાં પોલીસ ધટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
