રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કરાવને ખેતી પાકને વ્યાપક નુકસાન થયેલ છે. અને ભિનીયો કાળ પડવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ કોરોના વાયરસના કારણે ખેડૂતોને ઉનાળુ પાકનું પણ વેચાણ થયું નથી. અને વ્યાપક નુકસાની ગયેલ છે.હાલ અત્યારે ચોમાસાની આશાએ પાકનું વાવેતર કરેલ હોઈ છેલ્લા ૪૦ દિવસ થી અવિરત વરસાદ ચાલુ છે.સંપૂર્ણ પાક નિસ્ફળ ગયેલ હોય જેના કારણે કેદુતો મુશ્કેલી માં મુકાયા છે.ત્યારે જુના વાઘણીયા ગામના સરપંચ અશોકભાઈ સિંગલની સરકારને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી.અને યોગ્ય વળતરની માંગી કરી હતી.