રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ માળીયા હાટીના ના ચોરવાડ નગર પાલીકાના પ્રમુખના અઢી વર્ષ પુરાંથતાં ફરીવાર પ્રમુખની ચુંટી જાહેર થતાં ફરીવાર પ્રમુખ તરીકે જલ્પાબેન જાહેર થતાં પોતાની શીટને જાળવવામાં સફળ રહયા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોરવાડ નગરપાલીકામાં કુલ ૨૪ શીટો આવેલી છે જેમાં કોંગ્રેસ ૧૭ અને ભાજપ ૭ શીટો ઉપર જીતીને કોન્ગ્રેશના જલ્પાબેન પ્રમુખ તરીકે ચુંટાયા હતા જેને આજે અઢી વર્ષ પુરા થતાં ફરીપાછી પ્રમુખની ચુંટણી જાહેર થતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું અને ફરીવાર પ્રમુખ તરીકે ચુંટાયા છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાજ ગામમાં પોતાની ભાજપની માત્ર સાત સીટો ઉપરજ વિજય મેળવ્યો હતો જયારે સોમનાથના કોન્ગ્રેશના ધારાસભ્ય વિમલ ચુડાસમાપણ ચોરવાડનાજ હોઇ તેમની પેનલે ૧૭ સીટો ઉપર વિજય મેળવીને ચોરવાડ નગરપાલીકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના જલ્પાબેન આવ્યા છે જયારે હાલ ફરીવાર ચુંટણી જાહેર થતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું અને આવનાર ચુંટણીમાંપણ કોન્ગ્રેશ પોતાની સતા જાળવી રાખી છે.