રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપેલ હતી પરંતુ સરકાર દ્વારા તે સહાય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકો તરફથી દાન ની કોઈપણ આવક થતી નથી જેને લઇને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધીની તમામ સહાય સરકાર આપે અને વધુમાં ઉલ્લેખનીય છે કે ગૌશાળામાં આશ્રય લઈ રહેલ પશુઓનું રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર સહાય આપે તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન દ્વારા વારંવાર મુખ્યમંત્રી અને મંત્રીઓને ગુજરાતના તમામ ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન દ્વારા નક્કી કરવા મુજબ તમામ સંસ્થાના પશુ અને દરેક ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીઓ અને સરકારી કચેરીઓમાં છોડીશું જેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવુ અલ્ટીમેટમ આપીને લાખણી મામલતદાર એજ્યુકેટીવ કચેરીએ લાખણી તાલુકા ની રજીસ્ટર ગૌશાળાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.