રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પદના અઢી વર્ષની સમય મર્યાદા પુરી થતા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પદ માટે દાનભાઈ ચંદ્રવાડિયાનો 3 મતે વિજય થયો છે.ભાજપમાંથી પ્રમુખ પદ ની નોંધણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં દાનભાઈ ચંદ્રવાડિયાને ૧૯ મત તેમજ હરીફ ઉમેદવાર મયુરભાઈ સુવાને ૧૬ મત મળતા ઉપલેટા નગરપાલિકા નું પ્રમુખ પદ ૩ મતે દાનભાઈ ચંદ્રવાડિયાને મળેલ હતું, અને ઉપપ્રમુખ પદે રણુભા જાડેજાએ વિજય મેળવ્યો હતો.