રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા
જેમાં મોરવાડા વેરાઈ માતા ગૌશાળાની ૪૫૮ ગાયો ને રસ્તા પર છોડી દેવાઈ હતી,જો સરકાર તાકીદે નિભાવ ખર્ચ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરે તો સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેવા સંચાલકોએ ચીમકી આપી હતી.ગૌશાળાઓ અને પાંજરાપોળો ના પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા સબ સી ડી આપવામાં આવતો હતો,પરંતુ કોરોના સમયથી બંધ કરી દેવાતાં ગૌશાળા અને પાંજરાપોળો માં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે,જેને લઈ સુઇગામ તાલુકાની મોરવાડા,બેણપ,દુધવા,ભરડવા,જેલાણા, સુઇગામ,નડાબેટ વિગેરે ગૌશાળા પાંજરાપોળો ના સંચાલકો દ્વારા સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી અને ના.મામલતદાર પ્રવીણદાન ગઢવીને લેખિત આવેદનપત્ર આપી સત્વરે નિભાવ સબસીડી આપવાની માંગ કરી છે,જેમાં મોરવાડા ની શ્રી વેરાઈ માતા ગૌ સેવા ટ્રસ્ટની ૪૫૮ ગાયોને રસ્તા પર છુટ્ટી મૂકી દેવાઈ હતી,ત્યાર બાદ તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળો ના સંચાલકોએ સુઇગામ ખાતે એકઠા થઇ આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યું છે,કે એક બાજુ કોરોનાને કારણે આર્થિક રીતે લોકો પરેશાન છે,જેને કારણે દાતાઓ તરફથી પૂરતું દાન પણ મળતું નથી,વળી સતત વરસતા વરસાદને કારણે પણ ગાયો નો નિભાવ કરવો મુશ્કેલ છે,ત્યારે સત્વરે ગૌશાળાઓ અને પાંજરાપોળો માં નિભાવ ખર્ચ આપવામાં આવે,આ અંગે સરકાર તાકીદે કોઈ કાર્યવાહી નહિ કરે તો ના છૂટકે ગાયો ને સરકારી કચેરીઓમાં છોડી દેવાની પણ સંચાલકોએ ચીમકી આપી હતી.