નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૫૫૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૨૬ મિ.મિ. વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૧૨૨ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૨ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૯૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૯ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૨૬ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૫૫૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૦૬૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૭૧૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૭૦૭ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૯૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૨૬.૭૧ મીટર, કરજણ ડેમ-૧૧૦.૨૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૯ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૫૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૯ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *