નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમ વાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ગરુડેશ્વર તાલુકના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં કઈ ધામધરા અને મળી કુલ ત્રણ ગામડેકાઇ ધામધરા અને છિનદીયાપુરા ના યુવાનોઅને ગ્રામજનોએ સામૂહિક રીતે રક્તદાન કર્યું હતું.હાલ કોરોન સંકટમાં લોહીની ખુબજ જરુરીયાત હોય અનેખાસ રક્તદાન શિબિરો યોજાતી નથી ત્યારે લોકોની જીંદગી બચાવવાના શુભ આશયથી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીબ્લડ બેંક રાજપીપળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ધામધરા ગ્રુપગામપંચાયતના સંયુક્તઉપક્રમે ડેકાઇ ગામે રક્તદાન શિબીર યોજાઈ હતી.

જેનું ઉદઘાટન દીપપ્રગટાવીને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીબ્લડ બેંક રાજપીપળાના ચેરમેન ડો.એનબી મહીડા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ, ધામધરા ગુપગામપંચાયતના મહેલા સરપંચ શીતલબેન તડવી, ડો.જે.એમ.જાદવ, રેડક્રોસ સોસાયટી ના સદસ્ય દીપક જગતાપ તથા ગામના આગેવાનોની ઉપસ્થિતીમા રક્તદાન શિબીરને ખુલ્લી મુકાઇ હતી.જેમાં ત્રણ ગામના યુવાનોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યુ હતું

આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરમેન પ્રિ એન.બી. મહિડાએ જણાવ્યુ હતુ કે આ કપરા સમયમા રકતની ખુબ જ અછત રહે છે. અનેઆદિવાસી જિલ્લામાં ૨કતદાન અંગે જાગૃતિ ખુબજ ઓછી છે ત્યારે આજે આદિવાસીઑએ રક્તદાન કરી ને જગ્રૂતિ દાખવી છે રકતદાન શિબિર ધ્વારા જરુરીયાતોને પુરતુ રકત ઉપલબ્ધ કરી શકાશે.

સહ આયોજક એવા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે જણાવ્યુ હતુ કે રક્તદાન જેવુ મહાદાન બીજુ કોઈ નથી, અકસ્માત ડીલવરી કે ઓપરેશનવખત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને સમયસર લોહી મળી જાય તો દર્દીનો જાન બચી શકે છે, હાલ કોરોનાનના કપરા કાળમાં લોહીની ખુબજ જરુરીયાત છે તેવા સમયે મહીલા સરપંચ શીતલબેન તડવીને સુંદર પ્રયાસથી આજે ડેકાઇગામમા રક્તદાન શીબીર યોજવા બદલ શીતલબેનને અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. જીવનમાં સૌએ નિયમિત રકતદાન કરવું જોઇએ અને જરુરીયાત વાળાને ૨કત પહોચાડવામાં મદદ કરવી જોઇએ. જ્યારે આયોજક એવા મહીલા સરંપંચ શીતલબેન તડવીએ જણાવ્યુ હતુ હવેથી કે દર વર્ષે અમે અમારા ગામમાં રક્તદાન શિબિર રાખી રક્તદાન કરીશુ.આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના સહજાનંદ ચૌધરી પણ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે તમામ રકતદાતાઓને બ્લડ ગૃપ કાર્ડ, પ્રમાણપત્ર આપી તથા કોરોના વોરિયર્સ તરીકે તેમને પુષ્પવર્ષાથી વધાવી તેમનું સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે રક્તદાતાઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી માસ્ક અને બિસ્કિટઅને ફ્રૂટનું વિતરણ પણ કરાયુ હતુ. આ પ્રસંગે ડો.જે.એમ.જાદવ, રેડક્રોસ સોસાયટી ના સદસ્ય ,દીપક જગતાપે પણ પ્રાસંગિક પ્રવચન કરી રકતદાનનુ મહત્વ સમજાવી વધુમાં વધુ લોકોને રકતદાન કરવાની અપીલ પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન દીપક જગતાપે કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *