રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના ભાણવડ મા ૬.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભાણવડ ની ફલકુ નદી અનૈ નકટી નદી પુર પાટે દોળતી થય હતી.જ્યારે ભાણવડ પાસે આવેલ વર્તુ ૨ ડેમ ના ૧૨ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવતા ભાણવડ અને પોરબંદર ના અનેક નીચાણવાળા વીસ્તારો પાણીમા ગરકાવ થયા અને ફરી એક વાર નીચાણવાળા વીસ્તારો ને એલર્ટ કરાયા છે જેમા જામરાવલ ફરી એકવાર ડેમ ના પાણી ની જપેટ મા આવતા આખું ગામ બેટમાં ફેરવાયુ છે જ્યારે બીજી તરફ દ્વારકામા ૩ ઇંચ વરસાદ પડી ગયો હોવાના પણ અહેવાલ છે.